ખેતરમાં ખોદકામ કરતી વખતે અંદરથી મળ્યું એવું કે ફોટા જોઈને તમે પણ ચોંકી જશો, ઘડો ખોલતા જ પોલીસના પણ મોતિયા મરી ગયા..
જમીનની અંદર ખોદકામ કરતી વખતે કોઈક વખત ખૂબ જ વિચિત્ર ચીજવસ્તુઓ મળી આવતી હોય છે. છેલ્લા ઘણા સમયથી આપણે સાંભળ્યું છે કે, જમીનની અંદર ખોદકામ કરતી વખતે ઘરડાઓએ જમીનમાં દાટેલો ખજાનો મળી આવતો હોય છે અને તે જોઈને સૌ કોઈ લોકો તેને લૂંટવા માટે પણ પડાપડી બોલાવી દે છે..
અત્યારે ઝારખંડના પાલૂમ જિલ્લા પાસે આવેલા પાકીના ગામમાં કઈક એવા પ્રકારનો જ એક મામલો સામે આવ્યો છે. અહીં વચન ભાઈના ખેતરની અંદર કેટલાક મજૂરો પાણીની લાઈન નાખવા માટે ખોદકામ કરી રહ્યા હતા. ત્યારે અચાનક જ તેમને તેમના ખેતરમાં ખોદકામ કરતી વખતે એક માટીનો ઘડો મળી આવ્યો હતો..
આ ઘડો ખૂબ જ જૂનો પુરાણો હોય તેવુ લાગતું હતું અને તેને ઉપરના ભાગે ધાતુનું બુચ પણ લગાવવામાં આવ્યું હતું. આ ઘડાની હાલત એટલી બધી સરસ હતી કે, તે કેટલો જૂનો છે. તેને કહી શકવું ખૂબ જ મુશ્કેલ હતું, આ ઘડાને બહાર કાઢવામાં આવ્યો અને મજૂરો એકઠા થઈને ત્યાં જોવા લાગ્યા હતા..
આ ઘડાની અંદર એવું તો શું છે કે તેનો વજન ખૂબ જ વધારે છે. તેઓએ તરત જ ખેતરના માલિક વચન ભાઈને પણ ત્યાં બોલાવ્યા હતા. ઘટનાના સમાચાર આસપાસના ગામડાના ખેડૂતોને પહોંચતા તેઓ પણ વચન ભાઈના ખેતર પાસે આવી પહોંચ્યા અને આંકડાની અંદર શું છે તે જાણવા માટે કોશિશ કરવા લાગ્યા હતા..
અને ઘડાને ખોલવામાં આવ્યો ત્યારે અંદરથી જે ચીજ વસ્તુઓ મળી તે જોઈને સૌ કોઈ લોકોને છૂટી ગયા હતા. આ ઘડાની અંદરથી અઢળક સંખ્યામાં ચાંદીના સિક્કા મળી આવ્યા હતા. અને આ ચાંદીના સિક્કા ઉપર ઉર્દુ ભાષાની અંદર કઈક લખાણ લખ્યું હતું. ઘટનાના સમાચાર પોલીસ સુધી પહોંચતા પાકી પોલીસ સ્ટેશનના અધિકારીઓ પણ અહીં દોડી આવ્યા અને તેઓ પણ આ દ્રશ્ય જોઈને ચોંકી ગયા હતા..
તેઓએ તરત જ પુરાતત્વ વિભાગના અધિકારીઓને જાણકારી આપી દીધી હતી. આ અધિકારી અહીં આવી પહોંચીને આ સિક્કા શેના છે અને કેટલા વર્ષ જૂના છે, તેનું અનુમાન લગાવવા લાગ્યા હતા. જેમાંથી તેઓએ જણાવ્યું કે, આ ઘડો અંદાજે 250 વર્ષ જૂનો છે. આ ઘડાની અંદર રહેલા ચાંદીના સિક્કા મુઘલ શાસન વખતના છે..
એ વખતે મુઘલ શાસનના રાજાઓ આ ગામના રસ્તેથી પસાર થતા હતા. કદાચ તેઓએ જ આ ઘડો અહીં દાટી દીધો હશે, જે જમીનનો ખોદકામ કરતી વખતે મળી આવ્યો છે. આ તમામ પુરાવાઓ મુઘલ શાસન વખતના છે. કારણ કે તેના ઉપર ઉર્દુ ભાષાની અંદર લખાણ લખ્યું છે..
આ સિક્કાને જોઈને ખેતરના માલિકની આખો બે ઘડીએ પહોળી થઈ ગઈ હતી. તેઓ વિચારવા લાગ્યા કે, આટલા બધા ચાંદીના સિક્કા વેચીને તેવો ઘણા બધા પૈસા વાળા થઈ જશે, પરંતુ આ ખજાનો જુનો પુરાણો સાબિત થયેલો હોવાથી તેના પર પુરાતત્વ વિભાગના અધિકારનો હક રહે છે. અને તેઓ વધુ રિસર્ચ માટે આ ઘડાને ત્યાંથી લઈ ગયા છે..